India Vs England T20 Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 જુલાઈથી ટી-20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માની વાપસી નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપડાએ દાવો કર્યો છે કે, બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પ્રથમ T20 મેચમાં ભારત માટે ઓપનિંગ નહીં કરે.


ગાયકવાડે આયર્લેન્ડ સામે IPL અને T20 ઇન્ટરનેશનલ દરમિયાન તેની કુશળતાથી દરેકને પ્રભાવિત કર્યા હશે, જોકે કેપ્ટન રોહિત શર્માની વાપસી સાથે પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો થશે.


આકાશ ચોપરાએ કહ્યું, "રોહિત T20 માટે પાછો ફર્યો છે. હવે કોણ બહાર જાય છે? કદાચ ગાયકવાડને વધુ એક તક નહીં મળે, પરંતુ શું સંજુ પોતાનું સ્થાન જાળવી રાખશે? હુડ્ડા વિશે શું? કાલે જ્યારે ભારત જોસ બટલરના ઇંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે ઘણા બધા પ્રશ્નોના જવાબો મળશે, જેની રાહ જોઈ શકાતી નથી."


દીપક હુડ્ડાનું પ્લેઈંગ 11માં સ્થાન નક્કીઃ
વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને પણ આયર્લેન્ડ સામેની T20માં પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. પરંતુ સંજુ સેમસન માટે ટીમમાં રહેવું સરળ નથી. જોકે દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામે સદી ફટકારીને ત્રીજા નંબર માટે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે.


ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે. આ સાથે જ ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવનું સ્થાન નિશ્ચિત છે. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક ફરી એકવાર ફિનિશરની ભૂમિકા ભજવશે.


ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી20 મેચ પહેલાં ટીમ ઈન્ડિયાએ નેટ પ્રેક્ટિસ કરી હતી. જુઓ વીડિયો.