Gujarat Corona Update: ગુજરાતમાં ગઈકાલે નવા 572 કેસ નોંધાયા હતા ત્યારે ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 665 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 536 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 665 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 252, સુરત શહેરમાં 84, વડોદરા શહેરમાં 56, ગાંધીનગર શહેરમાં 45, ભાવનગર શહેરમાં 24, જામનગર શહેરમાં 6 અને રાજકોટ શહેરમાં 5 કેસ નોંધાયા છે.
અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, વલસાડમાં 28, ગાંધીનગરમાં 27, નવસારીમાં 22, મહેસાણામાં 20, સુરતમાં 20, કચ્છમાં 13, આણંદ-મોરબીમાં 8-8 કેસ, અમદાવાદમાં 7, પાટણમાં 6, ખેડા અને રાજકોટમાં 5-5 કેસ, ભરુચ, ભાવનગર અને વડોદરામાં 4-4 કેસ, અમરેલી, બનાસકાંઠામાં 3-3 કેસ, પોરબંદરમાં 2 કેસ, અરવલ્લી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.
536 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3724 થયાઃ
રાજ્યમાં આજે 5 જુલાઈએ કોરોનાથી મુક્ત થઇને 536 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,20,682 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3724 થયા છે, જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 3724 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે.
આ પણ વાંચોઃ