નવી દિલ્હીઃ જાતીય શોષણ મામલે વીનસ્ટીનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પૂર્વ બોલિવૂડ એક્ટ્રેસ ડોન ડનિંગે પણ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તેણે થ્રીસમ કરવા બદલ થ્રણ ફિલ્મોની ઓફર કરવાની વાત કહી હતી.

ડોન ડનિંગે કહ્યું કે, હાર્વે વીનસ્ટીને પોતાની અને પોતાના આસિસ્ટન્ટની સાથે થ્રીસમ કરવા પર તેને ત્રણ ફિલ્મ આપવાનું વચન આપ્યું હતું અને આપત્તિજનક રીતે તેના ઉપર હાથ રાખ્યો હતો. ડનિંગ અનુસાર તેને લાગ્યું કે આ મજાક છે પરંતુ વીન્સીટને કહ્યું, ‘તું આ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય સફલ નહીં થઈ થાય.’

જણાવીએ કે, ગ્રેન્ડ જ્યૂરીએ વીનસ્ટીન પર દુષ્કર્મ અને આપરાધિક જાતીય ઉત્પીડન અધિનિયમ અંતર્ત આરોપ નક્કી કર્યા છે. જેની બીજી ટ્રાયલ ચાલી રહી છે.



જણાવીએ કે, વીનસ્ટીન પર હોલિવૂડની અનેક દિગ્ગજ અભિનેત્રીઓ સહિત 100થી વધારે મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ #metoo કેમ્પન દ્વારા અનેક બીજી મહિલાઓએએ પોતાની વાત સોશિયલ મીડિયા પર રાખી હતી. આ કેમ્પને વિશ્વભરમાં તહેલકો મચાવી દીધો હતો.



હાર્વે બોલિવૂડના ખૂબ જ પારવફુલ ફિલ્મમેકર ગણાય છે. જણાવીએ કે, હાર્વેના પ્રોડક્શનમાં બનેલ 81 ફિલ્મોને ઓસ્કર એવોર્ડ મળ્યા છે. હાર્વે એવા ફિલ્મમેકર છે જેની એક સમયે પહોંચ વ્હાઇટ હાઉસ સુધી હતી.