નવી દિલ્હીઃ સેનાના શૌર્ય વિશે કોણ નથી જાણતુ, સેનાની વીરતાની વાત આવે ત્યારે બધા તેને સેલ્યૂટ કરે છે, કેમકે દેશની સીમાઓ પર તે હરહંમેશ સજાગ રહીને પોતાની જવાબદારી નિભાવે છે. જેના કારણે દેશ સુરક્ષિત રહે છે. જોકે, હવે CAGમાં સેનાની મુશ્કેલીઓ સામે આવી છે, જેના કારણે દેશની સરકાર પર અનેક સવાલો પણ ઉભા થયા છે.

ભારતના CAGનો રિપોર્ટ લોકસભામાં રજૂ થયો, જેમાં 2015-16 થી 2017-18 ની વચ્ચે સૈનિકોઓ માટે સામાન-કપડાં અને ખોરાકની અછતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વર્ષ 2015-16 અને 2017-18ની ઓડિટ રિપોર્ટમાં સીએજીમાં સૈનિકોના કપડાંથી લઇને ખોરાક સુધીના સપ્લાયમાં મોડી થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિયાચિન અને ડોકલામ જેવી દેશની બર્ફીલી સરહદો પર તૈનાત સૈનિકોને ઇસીસીઇ એટલે એકસ્ટ્રીમ કૉલ્ડ ક્લૉથિંગ એન્ડ ઇક્યૂપમેન્ટ અંતર્ગત સામાનોની સપ્લાય થયા છે. જેમાં ખાસ કરીને જુતા, કૉટ, મોજા અને સ્લિપિંગ બેગની સપ્લાય થાય છે.



રિપોર્ટમાં કહેવાયુ છે કે, વર્ષ 2015થી 2018 સુધી દેશની સેવા કરનારા સૈનિકોને પુરતી સગવડો આપવામાં નથી આવી.