તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 13 વર્ષથી વધુ સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સફર દરમિયાન દસ કલાકાર આ શો છોડી ગયા છે. જે હવે શોમાં નહીં જોવા મળે.


 ઝીલ મહેતા આપને યાદ છે. જેને સોનુનો કિરદાર નિભાવ્યો હતો. તેમણે 2008થી 2012 સુધી તારક મહેતામાં કામ કર્યુ બાદ અભ્યાસ માટે શો છોડી દીધો.


ઝીલ બાદ સોનુ ભીંડેનો રોલ નિધિ સિધવાનીએ પ્લે કર્યો જો કે તેમણે પણ આ શો અભ્યાસના કારણે છોડી દીધો


 મોનિકા ભાદરિયા બાગાની ગર્લફ્રેન્ડને તો આપ ઓળખતા જ હશો. બાગાની ગર્લફ્રેન્ડ બાવરીનો રોલ કરનાર મોનિકાએ 6 વર્ષ બાદ આ શોને અલવિદા કહી દીધું


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથીનો રોલ અદા કરનાર કવિ કુમાર આઝાદનું અકાળે મૃત્યુ થતાં તેઓ પણ આ શો હંમેશા માટે છોડી ગયા. દર્શકો અને શોની ટીમ તેમને આજે પણ ખૂબ મિસ કરે છે.


 ટપ્પુનો યાદગાર રોલ અદા કરનાર ભવ્ય ગાંધી પણ 8 વર્ષ શોમાં કામ કર્યા બાદ આ શોમાં ગ્રોથ ન મળતાં છોડી દીધો. આજે રાજ અનડક્ટ એ રોલ અદા કરી રહ્યાં છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા અદા કરનાર દિલખુશે પણ પરિવાર અને તેમના ખુદના હેલ્થ પ્રોબ્લેમના કારણે આ શોને છોડી દીધો હતો.


રીતા રિપોર્ટરનો લોકપ્રિય ભૂમિકા પહેલા પ્રિયા આહૂજા નિભાવી રહી હતી. વચ્ચે તેમણે શો છોડી દીધો. ત્યાર બાદ મહિકા વર્માએ આ ભૂમિકા અદા કરી બાદ મહિકાએ પણ શો છોડ્યો અને પ્રિયા આહૂજાની વાપસી શોમાં વાપસી થઇ.


સૌથી હિટ અને યાદગાર કલાકાર દયાબેનનો રોલ અદા કરનાર દિશા વાકાણીને કેવી રીતે ભૂલી શકાય. પ્રેગ્નન્સીના કારણે શો છોડી દેનાર દયાબેનની વાપસીને લઇને અટકળો તો ખૂબ ચાલે છે પરંતુ તેમની હજું સુધી શોમાં વાપસી નથી થઇ. ઇશ્કબાઝ સુરભી ચંદા પણ તારક મહેતાના શોમાં કામ કરી ચૂકી છે. તેમણે સ્વીટીનો રોલ અદા કર્યો હતો. સુરભીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તેમને તેમના સંવાદ યાદ ન રહેતા હોવાથી રિપ્લેસનો નિર્ણય લેવાયો હતો


એક સમય લાડ સિંહ માન બન્યા હતા શોના મિસ્ટર સોઢી. જો કે દર્શકો તેને પસંદ ન કરતા ફરી ગુરૂચરણ સિંહની શોમાં વાપસી થઇ.  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની પત્નીના રોલ અંજલી ભાભીની ભૂમિકા અદા કરનાર  નેહા મહેતાએ 12 વર્ષ કામ કર્યા બાદ કેટલીક પરેશાનીના કારણે આ શો છોડ્યો