‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના   દયાભાભીના ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.કોની સાથે ડાન્સ કર્યો હતો અને શું છે ઘટના જાણીએ...


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં બે મહત્વની કિરદાર છે. જેઠાલાલ અને દયાભાભી, આ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને બંને એકબીજા માટે કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. દર્શકો આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. બંને વચ્ચેની રકઝકને દર્શકો ખૂબ એન્જોય કરે છે.  બંનેની કોમિક ટાઇમિંગ પણ ગજબ છે.

હાલ ભલે દયાભાભી સિરિયલમાં જોવા ન મળતા હોય પરંતુ જેઠાલાલ સાથે તેમનો થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હાલ તેમના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જેઠાલાલા ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે.

ગુસ્સામાં જેઠાલાલ

આ વીડિયો ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ સેરેમનીનો છે. જેમાં શોના હોસ્ટ દયાબેન પાસે પહોંચી જાય છે અને તેમની સાથે ડાન્સ કરવાની રિકવેસ્ટ કરે છે. દયાબેન આ રિકવેસ્ટને સ્વીકારી લે છે અને દયાબેન શોના હોસ્ટ સાથે ડાન્સ પણ કરવા લાગે છે. ત્યારે અચાનક જેઠાલાલ આવે છે ને દિયાબેનનો ડાન્સ બંધ કરાવે છે.

શોમાં ક્યારે થશે દયાભાભીનની વાપસી?

એક મોટો સવાલ છે, જેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના   દર્શકો લાંબા સમયથી પૂછી રહ્યાં છે. જો કે તેનો જવાબ શો મેકર પાસે પણ નથી. દિશા વાકાણી મેરેટનિટી લીવ પર ગઇ હતી પરંતુ હજુ સુધી તેમની વાપસી નથી થઇ. જો કે ફેન્સ તેમની વાપસીની આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે હજુ પણ દિશાની વાપસી પર સસ્પેન્સ યથાવત છે.