Ahmedabadમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળાનો ખતરો, ફરી ટેસ્ટ માટેના ડોમ ઉભા કરાયા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Feb 2021 10:26 AM (IST)
ABP અસ્મિતાએ કરેલી અપીલ છતાં બેફામ બનેલા નેતાઓના કારણે સહન જનતા કરશે.
ફાઇલ ફોટો.
અમદાવાદઃ બેફામ બનેલા નેતાઓ અને તેમની ભીડના કારણે સંક્રમણ વધવાનું નક્કી છે. શહેરમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જોધપુર ખાતેના ડોમ ઉપર સવારથી 4 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 4 નાગરિકોને કોરોનાના લક્ષણો હોવાના કારણે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે 4 પૈકી એક પણ પોઝિટિવ નહિ. ABP અસ્મિતાએ કરેલી અપીલ છતાં બેફામ બનેલા નેતાઓના કારણે સહન જનતા કરશે. સતત સભાઓ અને રેલીઓમાં માસ્ક વગર ફરતા અને ટોળે વળેલા નેતાઓના કારણે નાગરિકોમાં સંક્રમણ વકરવાનો ભય છે.