દયાને આવી જેઠાલાલની યાદ, કહ્યું – મિસ કરું છું
દિશાએ દિલીપ જોશીને તેના જન્મદિવસના મોકા પર શુભેચ્છા આપતો ફોટો શેર કર્યો અને સાથે ઇમોશનલ કેપ્શન પણ લખ્યું.
નવેમ્બર 2017માં દિશાએ બાળકીને જન્મ આપ્યા હતો. જે બાદ તે રજા પર છે. ચાલુ વર્ષે માર્ચથી તેના પરત આવવાના અહેવાલ હતા પરંતુ હજુ સુધી શોમાં તેની વાપસી થઈ નથી.
દિશાએ લખ્યું, ‘મારા સૌથી પસંદગીના સાથી એક્ટર દિલીપજીને જન્મદિવસની શુભકામના. તમારી સાથે અભિનય કરવાની અને કામ કરતી વખતે મસ્તી કરવાની કમી અનુભવી રહી છું. તમારું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહે તેવી પ્રાર્થના કરું છું.’
શો દ્વારા દેશ-વિદેશાં જાણીતી થઈ ચુકેલી દયાબેનના જવાથી શોના ટીઆરપીમાં પણ ઘટાડો થયો છે. તેનું શાનદાર કોમિક ટાઇમિંગ અને અંદાજથી શોના દરેક એપિસોડમાં જાન ફૂંકી દે છે.
મુંબઈઃ સબ ટીવી પરથી પ્રસારિત થતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લીડ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણી ઘણા સમયથી શોની બહાર છે. શોના અન્ય કલાકાત અને દર્શકોને તેની ગેરહાજરી વર્તાઇ રહી છે. દિશાએ તેના ઓનસ્ક્રીન પતિ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.