Hollywood Actor Carl Weathers Passed Away: હૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જે બાદ સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચી ગયો છે. હૉલીવુડના દિગ્ગજ અભિનેતા કાર્લ વેથર્સનું નિધન થયું છે. તે તેના મજબૂત પાત્ર માટે વિશ્વભરમાં લોકપ્રિય હતો. તેણે 'રૉકી', 'પ્રિડેટર' અને 'ધ મેન્ડલૉરિયન'માં પોતાની મુખ્ય ભૂમિકાઓથી બધાનું દિલ જીતી લીધું હતું. કાર્લ વેધર્સને ભારતમાં પણ મજબૂત ફેન ફોલોઈંગ મળ્યું છે. જાણીતા હૉલીવુડ અભિનેતા કાર્લ વેધર્સે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતા રમતગમતનો ખેલાડી પણ હતો.


કાર્લ વેથર્સનું નિધન 
હૉલીવુડના જાણીતા અભિનેતા કાર્લ વેથર્સનું ેગુરુવારે અવસાન થયું. અભિનેતાના મૃત્યુની પુષ્ટિ તેના મેનેજર દ્વારા કરવામાં આવી હતી. કાર્લ વેથર્સનું તેમના મેનેજર મેટ લ્યૂબરના જણાવ્યા અનુસાર તેમના ઘરે અવસાન થયું હતું. જો કે તેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કાર્લ વેથર્સે માત્ર ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ મોટું યોગદાન આપ્યું છે, જેના કારણે દુનિયાભરના લોકો તેમને ઓળખે છે.


કાર્લ વેથર્સ રમત જગત સાથે હતો ગાઢ સંબંધ 
કાર્લ વેથર્સે પોતાના કામથી દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી છે. 'રૉકી'માં કામ કરતા પહેલા તે ફૂટબૉલ ખેલાડી હતો અને તેને બૉક્સિંગનો કોઈ અનુભવ નહોતો. 'રૉકી'માં એપોલો ક્રિડની ભૂમિકા માટે અભિનેતાની પસંદગી કરવામાં આવી હતી. આ પછી તે ઓસ્કાર વિજેતા ફિલ્મ 'રૉકી'ની ત્રણ સિક્વલમાં જોવા મળ્યો હતો. કાર્લ વેથર્સના મૃત્યુના સમાચાર સાંભળીને માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ તેના ફેન્સને પણ મોટો આઘાત લાગ્યો છે.






કાર્લ વેથર્સની કેરિયર 
'રૉકી' ઉપરાંત તેણે 'સ્ટાર વૉર્સ', 'સ્પિનૉફ', 'ધ મેન્ડલોરિયન' અને 1987ની સાયન્સ ફિક્શન હૉરર ફિલ્મ 'પ્રિડેટર'માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. વેધરને ફિલ્મ 'રોકી'થી ઘણી ખ્યાતિ મળી હતી. 'હેપ્પી ગિલમોર'માં એક હાથે ગોલ્ફ કોચ તરીકે એડમ સેન્ડલરની સામે રમ્યો હતો. કાર્લ વેધર્સ તેની 50 વર્ષની સ્ક્રીન કારકિર્દી દરમિયાન 75 થી વધુ ફિલ્મો અને ટીવી શોમાં દેખાયા હતા.


 


-