Govinda’s son Harsvardhan to make his debut soon: પોતાના સમયના જાણીતા સુપરસ્ટાર રહી ચૂકેલો ગોવિંદાનો દીકરો પણ હવે ફિલ્મોની રાહ પકડવા જઇ રહ્યો છે. ગોવિંદાનો દીકરો હર્ષવર્ધન પણ હવે બાકીના સ્ટાર કિડ્સની જેમ બહુ જલ્દી પોતાની બૉલીવુડ ડેબ્યૂ કરી શકે છે. સુત્રોનુ માનીએ તો હર્ષવર્ધન છેલ્લા ઘણા સમયથી આ ડેબ્યૂ માટે તૈયારી કરવામાં વ્યસ્ત હતો. બૉલીવુડ લાઇફને ગોવિંદાના નજીકના આકાશ ગહરવારે આ વિશે જાણકારી આપી છે. આકાશ ગહરવાર ગોવિંદાના કજીન છે. ઇન્ટરવ્યૂમાં વાત કરતા આકાશે કહ્યું કે - તમે લોકો બહુ જલી હર્ષવર્ધનના ડેબ્યૂ વિશે સાંભળશે. એટલુ જ નહીં તેને તાજેતરમાં જ એક ફોટોશૂટ પણ કરાવ્યુ છે, જેને ગોવિંદાજીએ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર પણ કર્યુ હતુ. તે પોતાના ઉપર કામ કરી રહ્યો હતો કેમ કે પહેલી ઇમ્પ્રેશન બહુજ મહત્વની રહે છે. 


થોડાક સમય પહેલા ગોવિંદાની દીકરીએ પણ કર્યુ હતુ ડેબ્યૂ- 
હર્ષવર્ધનની તગડી તૈયારી કરવાનુ એ કારણ તો હશે જ તે બૉલીવુડના આ કમ્પેટીટીવ માહોલમાં ખુદને સ્ટેબલિશ કરવા ઇચ્છે છે, સાથે જ તેની બહેનનુ ફેલ્યૉર પણ તેના માટે સબક હોઇ શકે છે. ખરેખરમાં, થોડાક સમય પહેલા ગોવિંદાની દીકરી ટીનાએ પણ બૉલીવુડમાં પોતાની કિસ્મત અજમાવી હતી પણ એકદમ ખરાબ રીતે ફેઇલ થઇ, આ કારણે હર્ષવર્ધન બેગણી મહેનત કરી રહ્યો છે જેથી તેને પબ્લિકનો પ્રેમ મળે.


હર્ષવર્ધનના ઉપર પણ છે પ્રેશર- 
સ્ટાર પુત્ર હોવાના જ્યાં ફાયદા છે વળી, કેટલાક નુકસાન પણ છે. આના પર એક પ્રકારની સફળતા મેળવવાનુ પ્રેશર હોય છે અને તે ઇચ્છે તેટલી કોશિશ કરી લે પરંતુ પોતાના પિતા સાથેની તુલના રોકી નહીં શકે. ગોવિંદાના સ્ટારડમ અને તેની ડાન્સિંગ સ્કિલ્સ કોઇનાથી છુપાયેલી નથી. તેથી માની શકાય કે હર્ષવર્ધન પર પણ સફળતા મેળવવાનુ પ્રેશર તો હશે, સાથે જ ડાન્સના મામલામાં પણ તે દરેક પગલા જજ કરવામાં આવશે. 


આ બધાની વચ્ચે ગોવિંદાએ પોતાના દીકરાની તસવીરની સાથે ઇનસ્ટાગ્રામ પર એક ઇમૉશનલ નૉટ પણ શેર કરી છે. આ નૉટ બતાવી રહ્યુ છે કે તે પોતાના દીકરાની મહેનતને જોતા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદી છે.