નવી દિલ્હીઃ સામાન્ય રીતો લોકો બચત માટે બચત કાતા દ્વારા બેંકોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. બચત ખાતા દ્વારા રોકાણ કરવા પર બેંકો તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે. જોકે, વિતેલા ઘણાં મહિનામાં અલગ અલગ બેંકોએ બચક ખાતા પર મળનારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

હાલમાં જ એસબીઆઈએ બચત ખાતના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. હવે Paytm પેમેન્ટ બેંકે પણ બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. Paytmએ પોતાના ગ્રાહકોને મોટો ઝાટકો આપતાં બચત ખાતા પર મળનારા વ્યાજ દરમાં અડધો ટકા ઘટાડો કરીને 3.5 ટકા કરી દીધો છે.



Paytm બેન્ક તરફથી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે આ ઘટાડો પહેલી નવેમ્બરથી પ્રભાવીત થશે. આ સાથે જ Paytm પેમેન્ટ બેન્કે પોતાના ગ્રાહકોને (Fixed deposit scheme)ફિક્સ ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ સેવિંગ એકાઉન્ટની જમા રાશી ઉપર વ્યાજ દર ઘટાડ્યા છે. એસબીઆિ સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનારા લોકોને 3.25 ટકાના હિસાબે વ્યાજ આપશે. હવે પેટીએમ પેમેન્ટ બેન્ક પણ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. આની અસર એ ગ્રાહકોને પડશે જેમના પેટીએમ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ છે.