'પદ્માવત'ની ટીકા કરનારી સ્વરા ભાસ્કરને દીપિકાએ શું આપ્યો જવાબ?
હવે આ ફિલ્મમાં લીડ રૉલ પ્લે કરી રહેલી દીપિકા પાદુકોણ કહે છે કે તેણે (સ્વરાએ) ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેમર કદાચ મિસ કર્યું હશે. ડિસ્ક્લેમર આવ્યુ હશે ત્યારે તેઓ પોપકોર્ન ખરીદવા જતા રહ્યાં હશે.
સ્વરાએ લેટરમાં સતી પ્રથાને ભવ્ય રીતે રજૂ કરવા બદલ ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળીની ટીકા કરી હતી.
ત્રીજીવાત એ છે કે, મારી દ્રષ્ટિએ આ ફિલ્મ માત્ર જૌહર પુરતી સિમિત નથી, પણ તેનાથી ઘણીબધી વિશેષ મહત્વની બાબતોને સમર્થન આપે છે. મારી દ્રષ્ટિએ આ ફિલ્મ મહિલાઓ અને તેમની ક્ષમતા, પાવર અને ગરિમાનું સેલિબ્રેશન છે.
બીજીવાત તો છે કે ફિલ્મને સમગ્રતાથી જોવી જોઇએ અને તેમાં જે સમયગાળાની વાત છે એ સંદર્ભને ધ્યાનમાં રાખવો જરૂરી છે.
મુંબઇઃ સતત વિવાદોમાં રહેલી ફિલ્મ હજુ પણ વિવાદોમાંથી બહાર નીકળી શકતી નથી, અગાઉ સ્વરા ભાસ્કરે પદ્માવત ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભંસાળીને લખેલા લેટરનો વિવાદે હાલ જોર પકડ્યું છે. હવે દીપિકા પાદુકોણે સ્વરાના લેટરનો જવાબ આપ્યો છે.