દીપિકા-રણવીરના લગ્નમાં મહેમાનો ફોન સાથે નહીં રાખી શકે, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ રણવીર સિંહ-દીપિકા પાદુકોણ 20 નવેમ્બરે ઇટલીમાં લગ્ન કરશે. અહેવાલમાં સૂત્રો દ્વારા ટાંકમાં આવ્યું છે કે, રણવીર અને દીપિકાના લગ્ન સાથે જોડાયેલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ડ્રીમ વેડિંગમાં માત્ર 30 મહેમાનોને બોલાવવામાં આવશે.
દીપિકા આ લગ્નને ખાસ અને પ્રાઈવેટ બનાવવા માગે છે. ડીએનએના અહેવાલ અનુસાર, આ કારણે તેણે લગ્નમાં આવનાર મહેમાનોને પોતાની સાથે મોબાઈલ, કેમેરા ન લાવવાની વિનંતી કરી છે. સોનમ કપૂર અને અનુષ્કા શર્માના લગ્નમાં જે થયેલું તેને ધ્યાનમાં રાખીને દીપિકાએ નિર્ણય કર્યો છે કે, તે નથી ઈચ્છતી કે લગ્નમાં આવેલ પરિવારના સભ્યો તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે. લગ્નની તસવીર બહાર લીક ન થાય તે વાતને ધ્યાનમાં રાખતા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
દીપિકા-રણવીર પોતાના લગ્નના સમાચાર અને તસવીર ફેન્સ અને મીડિયા સાથે ખુદ શેર કરવા માગે છે. અહેવાલ અનુસાર બન્ને લગ્ન માટે ઈટલીમાં લેક કોમો સ્થળની પસંદગી કરી ચૂક્યા છે.
દીપિકાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, દીપિકાને ઈટલી ખૂબ જ પસંદ છે, આ જ કારણે એક્ટ્રેસે અહીં ડેસ્ટિનેસન વેડિંગની યોજના બનાવી છે. દીપિકા-રણવીરના લગ્નની તારીખ ફાઈનલ થતા જ બન્ને સ્ટાર્સને શુભેચ્છા સંદેશ મળવા લાગ્યા છે. યાદીમાં સૌથી પહેલું નામ કબીર બેદીનું છે. કહેવાય છે કે, ઈટલીમાં લગ્ન બાદ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.