વડોદરાઃ નીતિન સાંડેસરાની દુબઈથી ધરપકડ, 5000 કરોડનું આચર્યું છે કૌભાંડ
ભાગેડુ કૌભાંડી સાંડેસરાની ગતિવિધિ તેમજ તેમના દ્વારા થતાં ફોન કોલ્સ, મેસેજીસ પર બાજનજર રાખી રહેલ તપાસ સંસ્થા સીબીઆઈના અધિકારીઓને સાંડેસરા દુબઈમાં હોવાની માહિતી બે દિવસથી સાંપડી હતી. આથી સીબીઆઈ દ્વારા સત્તાવાર રીતે દુબઈના સમકક્ષ ઓથોરિટીને માહિતગાર કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ મુજબ બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યા બાદ અજ્ઞાતવાસમાં રહેલા સાંડેસરાને દબોચી લેવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસમાં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ગગન ધવન, આંધ્ર બેન્કના પૂર્વ નિયામક અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ પોતાની ધરપકડ ટાળવા માટે નીતિન સાંડેસરા વિદેશ નાસી જવામાં સફળ થયા હતા. બુધવારે મોડી સાંજે તેમની ધરપકડ થતાં આ કેસમાં સીબીઆઈને મોટી સફળતા મળી છે.
અગાઉ આંધ્ર બેન્ક પાસેથી સ્ટર્લિંગ બાયોટક દ્વારા અલગ અલગ તબક્કે વિભિન્ન કારણોસર રૂ. 5000 કરોડ જેટલી મોટી રકમની લોન મેળવવામાં આવી હતી. બાદમાં લોન સામે ગિરો મૂકાયેલ એસેટની કિંમત લોનની કિંમત કરતાં દસમા ભાગની હોવાનું માલુમ પડ્યું હતું.
વડોદરા: સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાની બુધવારે સાંજે દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી હતી. રૂ. 5000 કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા કોર્ટ કાર્યવાહીથી બચવા થોડો સમય પહેલાં દેશ છોડીને જતાં રહ્યા હતા. ભારતીય અદાલતે તેમની સામે જારી કરેલ બિનજામીનપાત્ર વોરંટના આધારે બુધવારે મોડી સાંજે દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -