દીપિકાના લગ્નની વિધિ થઈ શરૂ, સામે આવી નંદી પૂજાની તસવીર
ઉલ્લેખનીય છે કે નંદી ભગવાન શિવનું વાહન કહેવાય છે અને એવી પણ માન્યતા છે કે નંદીને મનની વાત બતાવવાથી ભક્તોનો સંદેશ ઝડપથી ભોલેનાથ સુધી પહોંચે છે.
દીપિકા ગુરુવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જેમાં તે હંમેશાની જેમ ગ્લેમરસ અને ખુબસુરત અંદાજમાં જોવા મળી હતી.
ફેન્સ અને પરિવારની સાથે-સાથે રણવીર અને દીપિકા પણ તેમના લગ્નને ખૂબ ઉત્સાહિત છે.
લગ્ન સમારોહમાં કુલ ચાર ગ્રાન્ડ ફંક્શન યોજાશે. જાં રિસેપ્શન સહિત અનેક ફંક્શન થસે. આ લગ્નમાં પરિવાર ઉપરાંત નજીકના મિત્રો જ સામેલ થશે. રિપોર્ટ્સ મુજબ લગ્ન હિન્દુ રિતરિવાજ મુજબ થશે. મહેમાનોને લગ્ન દરમિયાન ફોનનો ઉપયોગ ન કરવાની વિનંતી કરવામાં આવી છે.
નંદી પૂજાની વિધિ દીપિકા પાદુકોણના બેંગલુરુ સ્થિત બંગલો પર થઈ હતી. જેમાં પરિવારના લોકો ઉપરાંત નજીકના મિત્રો સામેલ થયા હતા. દીપિકાની સ્ટાઇલિસ્ટ શાલીના નથાનીએ શુક્રવારે નંદી પૂજાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ મોકા દીપિકા ઓરેન્જ કલરના સૂટમાં નજરે પડી હતી. તેણે કાનમાં મોટા ઈયરરિંગ્સ પહેર્યા હતા. આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરના રોજ લગ્નના બંધને બંધાશે. જેને લઈ દીપિકાએ અત્યારથી લગ્નની વિધિ શરૂ કરી દીધી છે અને સૌથી પહેલી વિધિ નંદી પૂજા કરવામાં આવી હતી. આ અંગેની તસવીર સામે આવી રપહી છે.