દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ હવે બોલિવૂડની આ સ્ટાર સિંગર સાથે કરશે લગ્ન
નિહાર અને નીતિને જ્યારે પણ તેમના રીલેશનને લઇને પુછવામાં આવે છે તો બંને આ પ્રશ્નથી બચતા જોવા મળ્યા છે. બંને સાથે તસવીર ક્લિક કરાવતા પણ બચે છે. હવે બંનેનાં લગ્નનાં સમાચારો સાંભળીને ફેન્સ ચોંકી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે 13 વર્ષ પહેલા નિહાર અને દીપિકા પાદુકોણનાં અફેરનાં સમાચારો હતો, જ્યારે બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. આ દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યા હતા. દીપિકાને તો પોતાના કેરિયરમાં ઘણી સફળતા મળી, પરંતુ નિહારને ખાસ સફળતા મળી નહીં.
નિહાર હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’થી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. નિહાર જે સેલિબ્રિટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે તેનું નામ જાણીને તમે ચોંકી જશો. નિહાર બોલીવુડની ફેમસ સિંગર નીતિ મોહન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. બંને ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે. નિહાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નીતિની બંને બહેનો શક્તિ મોહન અને મુક્તિ મોહન સાથેની તસવીરો શેર કરતો રહે છે.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં લગ્નના વર્ષ તરીકે વર્ષ 2018ને ઓળખવામાં આવશે પરંતુ લાગે છે કે વર્ષ 2019ને પણ લગ્નના વર્ષ તરીકે ઓળખવામાં આવશે. આ વર્ષે પણ અનેક બોલિવૂડ સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ દીપિકાના એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યાનું સામે આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -