PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, જાણો તેમનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
19 જાન્યુઆરી: સવારે 11 વાગ્યે રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના, 11.30 વાગ્યે અમદાવાદથી સુરત એરપોર્ટ રવાના, 12.25 બપોરે સુરત એરપોર્ટ આગમન, 12.25 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સુરતથી સેલવાસ જવા રવાના
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. મોદી ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ ટ્રેડ શો, નવ નિર્મિત વી.એસ. હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. આગળ જુઓ નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ.....
18 જાન્યુઆરી: 8.20 સવારે રાજભવનથી રવાના, 8.30 વાગ્યે મહાત્મા મંદિર આગમન, 8.30થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ, સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહમાં હાજરી, બપોરે 1 થી 1.30 આરક્ષિત સમય, 1.30થી બપોરે 2.30 લંચ, અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠક, સાંજે 5:30થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક, સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવશે, 7.30થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર, 8.35 વાગ્યે દાંડી કુટીર થી રાજભવન રવાના, 8.45 રાત્રે રાજભવન પહોંચશે અને રાત્રિ રોકાણ
17 જાન્યુઆરી: 12.25 બપોરે દિલ્લીથી અમદાવાદ આવવા રવાના, બપોરે 1. 55 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન, એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર મારફતે પહોંચશે, 2.20 વાગ્યેગાંધીનગર હેલીપેડ પર PMનું આગમન થશે. 2.25 વાગ્યે બપોરે ગ્લોબલ ટ્રેડ શો સેકટર 17 ખાતે આગમન, 2.30થી 3.30 સુધી અહીં ઉદઘાટન અને મુલાકાત, 3.35 વાગ્યે બાય રોડ અમદાવાદ જવા રવાના, 4 વાગ્યે વી એસ હોસ્પિટલ પહોંચશે, 4 થી 5.15 સુધી વી એસ હોસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ સમારોહ, સુવિધાઓ નિહાળશે, 5.20 વાગ્યે વી એસ હોસ્પિટલથી વલ્લભ સદન રિવરફ્રન્ટ રવાના, 5. 30થી 6.30 સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન, 6.35 વાગ્યે ગાંધીનગર માટે રવાના, 7.00 વાગે સાંજે મહાત્મા મંદિર પહોંચશે, 7.30 સુધી પી એમ લૌંજમાં આરક્ષિત સમય, 7.30થી 9 રાત્રે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ, 9.05 વાગ્યે રાત્રે મહાત્મા મંદિર થી રાજભવન રવાના, 9.15થી રાત્રિ રોકાણ રાજભવન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -