એક યૂઝરે લખ્યું- ભારતના ઇતિહાસની આ ફિલ્મ માસ્ટરપિસ બનવા જઈ રહી છે. એકે લખ્યું- આ ફિલ્મ લોકોમાં જાગરૂકતા ફેલાવશે. જ્યારે અન્ય યૂઝરે લખ્યું- ફિલ્મમાં દીપિકા પાદુકોણ સ્ટાર છે. વિક્રાંત મૈસી પ્રોમેસિંગ છે. એક યૂઝરે લખ્યું- OMG, આ કેટલું દર્દનાક છે. હવે સમજાય રહ્યું છે કે, લોકો તમને એક્ટિંગની રાણી કેમ કહે છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં દીપિકાનો ચેહરો અને દેખાવ બનાવવા માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવામાં ફિલ્મની શૂટિંગ પૂર્ણ થતા જ દીપિકાએ પોતાના ચેહરા પર ઉપયોગમાં લીધેલો પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી નાખ્યો હોવાના અહેવાલો હતા.
દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે છપાકની શૂટિંગના દરમિયાન ઘણી એવી ક્ષણ આવી હતી જેની પોતાના પર પણ અસર થઇ હતી. તેને વ્યક્તિગત અને ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરી. ફિલ્મના દરમિયાન જે ભાવનાત્મક ઘટનાઓથી તે પસાર થઇ તેનાથી મુક્તિ મેળવવા માટે તેણે પોતાનો મેકઅપ સળગાવી નાખ્યો હતો.
આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર હિન્દી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી પણ જોવા મળશે. આ પહેલા વિક્રાંત મૈસી ફિલ્મ 'લિપ્સ્ટિક અન્ડર માય બુરખા'માં જોવા મળ્યો હતો. આ સિવાય, મૈસીએ ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં અર્જુન કપૂર સાથે પણ કામ કર્યું છે.