સ્વિટઝરલેન્ડના દાવોસ શહેરોમાં આયોજિલ ઇકોનોમિક ફૉરમ તરફી દીપિકાના 26માં વાર્ષિક ક્રિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. દીપિકાને આ અવોર્ડ મેન્ટલ હેલ્થ અંગે અવેરનેસ લાવવા તથા આ અંગે નેતૃત્વ કરવા માટે આપવામાં આવ્યો હતો. આ પહેલાં વર્ષ 2018માં શાહરુખ ખાનને ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
દીપિકાએ 2015માં ધ લાઈવ લવ લાફ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશન મેન્ટલ ડિસોર્ડરથી પીડિત લોકો માટે એક આશાની નવી કિરણ સાબિત થઈ છે. આ ફાઉન્ડેશન મેન્ટલ હેલ્થ અંગે અવેરનેસનું કામ કરી કર્યું છે.
દીપીકા પાદુકોણે એવોર્ડ સ્વીકારતી વખતે પોતાની સ્પીચમાં જણાવ્યું કે, કઈ રીતે તેમના મમ્મીએ તે ડિપ્રેશનમાં હતી ત્યારે સંભાળી હતી અને કઈ રીતે તે તેની સામે લડવામાં સમક્ષ રહી હતી. દીપિકાએ કહ્યું કે વર્ષ 2014માં ફેબ્રઆરી મહિનામાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેને આ બધું જ છોડી દેવાનો વિચાર આવ્યો હતો. જોકે, તે સમયે તેની માતાએ તેની સંભાળ લીધી હતી. દીપિકાએ જણાવ્યું કે આ બીમારીની સારવાર છે અને તેનાથી ગભરાવાની નહીં પણ લડવાની જરૂર છે.