પોતાના લગ્નના સવાલને લઈને ભડકી આ હોટ એક્ટ્રેસ, આપ્યો આવો જડબાતોડ જવાબ
જ્યારે દીપિકાની કારકિર્દીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. દીપિકા ફરી એક વખત હોલિવૂડ સ્ટાર વિન ડિઝલની ફિલ્મ XXX સીરીઝમાં નજર આવશે. આપને જણાવી દઇએ કે દીપિકાએ વર્ષ 2017માં આવેલી વિન ડિઝલની ફિલ્મ XXX:The Return of Xander Cageથી હોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. એવામાં હવે ફરી એક વખત તે આ સિરીઝમાં નજર આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં ફિલ્મો કરતાં વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છવાયેલી છે. કહેવાય છે કે દીપિકા પાદુકોણ પોતાના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે આ બન્ને સ્ટાર્સે તેને લઈને કંઈપણ કહેવા તૈયાર નથી. ફિક્કી લેડિઝ ઓર્ગેનાઈઝેશન તરફથી શનિવારે ‘ફાઇડિંગ બ્યૂટી ઇન ઇમ્પરફેક્શન’ શીર્ષક પર આયોજિત ચર્ચા દરમિયાન દીપિકા હાજર રહી હતી. આ અવસર પર મીડિયાએ તેના લગ્નને લઈને સવાલ કર્યો તો દીપિકા પાદુકોણ ભડકી ગઈ હતી અને તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
દીપિકા ઇવેન્ટમાં ડિપ્રેશન જેવાં મુદ્દા પર વાત કરતી હતી ત્યારે અચાનક જ લગ્ન અંગેનો સવાલ પુછતા તે ગુસ્સે થઇ ગઇ હતી અને તેણે કહ્યું હતું કે, આ સવાલનો જવાબ હું જરાં પણ નહીં આપું. આ ખુબજ સેન્સિટિવ છે. અને આવી ઇવેન્ટમાં જ્યાં હું ગંભીર મુદ્દા પર વાત કરી રહી છું ત્યાં આવા સવાલનો જવાબ આપવો યોગ્ય નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -