મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'છપાક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની વચ્ચે દીપિકાએ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ સાથે વીડિયો શેરિંગ લોકપ્રિય પ્લેટફોર્મ ટિક ટોક ડેબ્યૂ કર્યું છે. બન્નેનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દીપિકા અને લક્ષ્મી ફેમસ બૉલિવૂડ સોન્ગ પર ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ટિક ટૉક પર આવ્યા બાદ કેટલાક યૂઝર્સે દીપિકાની ટીકા પણ કરી છે. કેટલાક યૂઝર્સે તેને માર્કેટિંગ સ્ટેટેજી ગણાવી તો કેટલાકે તેને મસ્તીનું નામ આપ્યું.


ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ સ્ટારર છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.