નિઝામાબાદઃ તેલંગાણાના નિઝામાબાદથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધરમપુરી અરવિંદે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું, “હું તમને ચેતવણી આપું છું કે ક્રેનથી ઉલટો લટકાવીને તારી દાઢી કાપી નાંખીશ. જે બાદ હું તારી દાઢી તેલંગાણાના મુખ્યમંત્રીને લગાવીને તેમને પ્રમોશન આપીશ.”


નિઝામાબાદથી ભાજપ સાંસદ ધરમપુરીએ આ પહેલા પણ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સામે વિવાદદાસ્પદ નિવેદન કર્યું હતું. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેતા ઓવૈસી પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી નાગરિકતા સંસોધન કાયદાને બંધારણ વિરુદ્ધનો અને સાંપ્રદાયિક ગણાવી તેનો વિરોધ કરી રહ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે ઓવૈસી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ચૂંટણી લડવા માગે છે ?

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સતત નાગરિકાત સંશોધન કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સંસદમાં નાગરિકતા સંશોધન કાયદાની કોપી પણ ફાડી નાંખી હતી. તેનો આરોપ છે કે, આ કાયદો મુસલમાનો વિરુદ્ધ છે. આ કાયદાને અસંવૈધાનિક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ગુવાહાટીમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ T20, CAAને લઈ વિરોટ કોહલીએ કહી ચોંકાવનારી વાત, જાણો વિગત

CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો