બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે બર્થ-ડેના દિવસે જ શરૂ કરી વેબસાઈટ, ફેન્સના ધસારાને કારણે સાઈટ થઈ ક્રેશ
દીપિકાના હાલ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ, ટ્વિટર પર 2.5 કરોડથી વધુ અને ફેસબુક પર 3.40 કરોડથી વધુ ફેન્સ છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર વેબસાઈટની જાહેરાત સાથે જ www.deepikapadukone.com સાઈટ પર 3 કરોડ લોકોમાંથી ટ્રાફિક એકસાથે આવવા માંડે તો શું હાલત થાય? તે આજે જોવા મળી ગયું, જેના પરિણામ સ્વરૂપે સાઈટ ક્રેશ અને સર્વર ઠપ્પ થઇ ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્સ્ટાગ્રામ પર આ સરપ્રાઈઝની જાણ કરતા તેણે દુનિયા સામે પોતાની વેબસાઈટ - www.deepikapadukone.com ખુલ્લી મૂકી. રસપ્રદ વાત એ છે કે વેબસાઈટની જાહેરાત થયાની થોડી જ વારમાં ફેન્સનો સાઈટ પર લોડ વધી જતા સાઈટ ક્રેશ થઇ ગઈ અને સર્વર પણ ઠપ્પ થઇ ગયું હતું.
મુંબઈઃ શ્રીલંકામાં હનીમૂનની વચ્ચે પોતાના બર્થડેની ઉજવણી કરી રહેલ દીપિકા પાદુકોણએ પોતાના 33મા બર્થડે પર પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. લગ્ન બાદ દીપિકાનો આ પ્રથમ બર્થડે છે અને 4 જાન્યુઆરીએ જ તેણે પોતાના સોશિયલ મીડિયા પર એ વાતના સંકેત આપ્યા હતા કે તે જન્મદિવસ પર કંઈક નવી જાહેરાત કરવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -