મુંબઈઃ લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા અંતર્ગત સોમવારે 29 એપ્રિલના રોજ થયેલ મતદાનમાં બોલિવૂડ અને ફિલ્મી સ્ટારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવ રાજ્યોની 71 સીટો પર મતદાન થયું હતું, તેમાં મહારાષ્ટ્રની 17 સીટ પણ સામે છે અને મુંબઈની તમામછ સીટ પર મતદાન થયું હતું.

આ મતદાનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યાની શાહી આંગળી દર્શાવતી નવી સેલ્ફી શેર કરી હતી. આ સાથે જ દીપિકાએ ટ્વીટમાં પોતાના નાગરિકત્વને લઈને સ્પષ્ટતા પણ કરી હતી.


અભિનેત્રીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, તેને તેના મૂળ વિશે ક્યારેય શંકા નહોતી. હું કોણ છું અથવા હું ક્યાંથી છું તેના વિશે ક્યારેય કોઈ શંકા નથી. તમારામાંના જ તે લોકોએ મારા માટે ગેરસમજ કરી છે…. કૃપા કરી ન કરો! જય હિન્દ! સાથે જ તેણે ટ્વીટમાં લખ્યું હતું કે # પ્રાઉડટુબીઈન્ડીઅન #ગોવોટ. આ પહેલા એવી ચર્ચા હતી કે કે તે ડેનમાર્કમાં જન્મી હતી, જેના કારણે તેણીની નાગરિકતા અંગેની અટકળો વહેતી થઈ હતી.

અભિનેત્રીએ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે, હું ડેનમાર્કમાં જન્મેલી હોવા છતાં, મારી પાસે હજુ પણ ભારતીય નાગરિકત્વ છે. મારી પાસે એક ભારતીય પાસપોર્ટ છે. ઘણી બધી ગૂંચવણો છે પરંતુ હું ભારતીય નાગરિક છું તેનો મને ગર્વ છે. આ સાથે જ અનેક લોકોના મનમાં ઉભી થતી ગુંચવણોને પણ અભિનેત્રીએ ઉકેલી નાખી છે.