દીપિકા છેલ્લા ઘણાં સમયથી ખુબજ અજીબો ગરીબ ઢીલા ઢીલા ડ્રેસ પહેરવાને કારણે ટ્રોલ થઇ રહી હતી. લોકોને નવાઇ લાગતી તહી કે હમેસાં સ્ટાઇલિશ અને ફિગર ડિફાઇનિંગ આઉટફિટ પહેરનારી દીપિકાને શું થઇ ગયુ છે કે તે આવા ઢીલા ઢીલા જ કપડાં પહેરે છે.
હાલમાં જ તે લંડનમાં રણવીર સાથે નજર આવી હતી. જેમાં બંને હાથમાં હાથ રાખીને જતા નજરે પડ્યાં હતાં. જેનાં વીડિયો અને તસવીરો આવતા જ ફરી એક વખત તેનાં ગર્ભવતી હોવાની વાતો સામે આવી રહી છે. દીપિકાએ આ વખતે નિયોન રંગનો ઢીલો ડ્રેસ પહેર્યો હતો. અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવવા લાગી ગયા છે કે, દીપિકા પ્રૅગ્નેન્ટ છે.
ખલીજ ટાઇમ્સમાં આવેલાં અહેવાલ પ્રમાણે, સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવવા લાગી ગયા છે કે, દીપિકા પ્રૅગ્નેન્ટ છે. એક યૂઝરે લખ્યુ છે કે, 'દીપિકા આ રીતે પોતાને ઢાંકી રહી છે , શું તે બેબી બંપ છુપાવી રહી છે.' તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, 'મને લાગે છે કે, દીપિકા તેની પ્રૅગ્નેન્સી' છુપાવી રહી છે. તો આવી ઘણાં કમૅન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
આપને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણની પ્રૅગ્નેન્સીની ખબર ત્યારે પણ ફેલાઇ હતી જ્યારે તેને પતિ રણવીર સિંહને તેનાં ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'હાય ડેડી' આ કમેન્ટની સાથે જ તેણે દિલ અને બાળકનું ઇમોજી પણ રાખ્યું હતું, આ કમેન્ટ્સ બાદ તમામ રણવીરનાં લાઇવ વીડિયોને છોડી દીપિકાની કમેન્ટ પર રિએક્શન આપતા નજર આવ્યાં હતાં.