ઈન્ડીયા ટુડેના સમાચાર અનુસાર, પસંદગીકર્તાએ જણાવ્યું કે, ધોનીએ વાયદો કર્યો છે કે, તે ટીમ ઈન્ડીયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં થયા બાદ પોતાની કારકિર્દીનો નિર્ણય લશે.પસંદગીકર્તાએ આગળ કહ્યું કે, ધોની વિશે રોજ ખોટી ચર્ચાઓ થતી રહે છે. ધોની ટીમ પ્લેયર છે તો તેના વિશે ખોટી અફવાહ ન ફેલાવવી જોઈએ. સાથે તે ક્યારે નિવૃત્તી સાથે જોડાયેલો જવાબ નહીં આપે.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે, ધોનીને નજરઅંદાજ કરવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. તેમને તે વાત ખબર છે કે જો ઋષભ પંતને ઈજા પહોંચે છે તો, અમારી પાસે વન ડે કે ટી 20માં સારો વિકલ્પ નથી. એવામાં ધોનીએ રોકાવાનો નિર્ણય લીધો છે. સાથે જ વર્લ્ડ કપ બાદ ધોનીએ બે મહિનાનો આરામ લીધો હતો, જેથી આ વાતનું પણ બધાને ધ્યાન રાખવું જોઈએ.
નોંધનીય છે કે, ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી હતી. ત્યારબાદ તે માત્ર વન ડે અને ટી 20 જ રમી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ક્રિકેટ એવરેજમાં ઘટાડો નોંધાયો છે. સાથે તે 38 વર્ષના થઈ ગયા છે. એવામાં પહેલાની તુલનામાં તેમની રમત થોડી નબળી થઈ છે.