રણવીર સિંહ સાથે લગ્ન પર દીપિકા પાદુકોણે તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ...
એટલું જ નહીં, દીપિકા અને રણબીર કપૂર ચેન્નઈ એક્સપ્રેસના ગીત લુંગી ડાન્સ પર ડાન્સ પણ શીખવાડ્યો. રણવીર સિંહ હાલમાં અપકમિંગ ફિલ્મ ગલી બોય અને સિંબાના શૂટિંગમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબા 28 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થશે.
હાલમાં જ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર મનીષ મલ્હોત્રાના ફેશન વીકનો હિસ્સો બન્યા હતા. ઇવેન્ટના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં દીપિકા અને રણબીર કપૂર એક સાથે મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે.
દીપિકાએ કહ્યું કે, લગ્ન કરવા દરેક યુવતીનું સપ્નું હોય છે. હું હંમેશા મારા દીલનું સાંભળુ છું, જ્યારે મને લાગશે કે હું ત્યાર છું અથવા જ્યારે થવાના હશે ત્યારે થઈ જશે. દીપિકાએ હાલમાં કોઈપણ નવા પ્રોજેક્ટ વિશે જાહેરાત કરી નથી.
દીપિકા પાદુકોણને રણવીર સિંહ સાથેના લગ્નના સવાલ કરવામાં આવ્યો કે તેમાં કેટલું સત્ય છે. દીપિકાએ કહ્યું, મને સારું લાગ્યું જે રીતે તમે લગ્નને લઈને સવાલ કર્યો, પરંતુ એવું કંઈ જ નથી. જ્યારે તેમને કેવી રીતે ખબર પડશે કે તે લગ્ન કરવા માગે છે, તો દીપિકાએ કહ્યું તે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે ખબર પડી જશે. મારે માટે આ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
દીપિકા પાદુકોણે હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યમાં લગ્નના સવાલ પર કહ્યું કે, લગ્ન કરવાનું દરેક યુવતીનું સપનું હોય છે, પરંતુ હાલમાં લગ્ન કરી રહી છું તે અહેવાલમાં કોઈ સત્ય નથી. તે હાલમાં લગ્ન કરવાની નથી.
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ આ વર્ષા અંત સુધીમાં લગ્ન કરે તેવી અટકળો છે. થોડા સમય પહેલા એવા અહેવાલ હતા કે દીપિકા પરિવાની સાથે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. એટલું જ નહીં, તે તૈયારીમાં રણવીર સિંહનો પરિવાર પણ મદદ કરી રહ્યો છે. લગ્નના અઙવા પર દીપિકા પાદુકોણે પ્રથમ વખત મૌન તોડ્યું છે.