સલમાનની સજા પર પાકિસ્તાને આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું- તે મુસલમાન છે તેના કારણે સજા થઇ
વર્ષ 1998માં કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સીજેએમ કોર્ટે ફેસલો સંભળાયો. આ કેસમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સલમાનને દોષી જાહેર કરી તેને પાંચ વર્ષની સજા સંભળાવી. બપોરે ત્રણ વાગે લગભગ સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના વકીલ તરફથી કાલે જોધપુર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. સલમાનના લાખો ફેન્સની નજર હવે જોધપુરની કોર્ટ પર છે. સવારે 10.30 વાગે જામીન અરજી પર સુનાવણી થઇ શકે છે. સલમાન ખાનને પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ થયો છે.
ખ્વાઝા આસિફે કહ્યું કે, ‘’જો જાનવરોનો કોઇ ધર્મ હોત અને સલમાને જે કાળિયારને માર્યુ છે તે મુસ્લિમ હોય તો તેને ન્યાય ના મળતો.’’ તેમને વધુમાં કહ્યું કે, ‘’સલમાન એક લોકપ્રિય વ્યક્તિ છે પણ તેની આ હાર છે કે, તેને એક કાળિયારને માર્યું છે. આનાથી જાણી શકાય છે કે ભારતમાં મુસ્લિમો, દલિતો અને અલ્પસંખ્યકોના જીવની કોઇ કિંમત નથી.’’
ખ્વાઝા આસિફે સલમાન વિશે આ વાહિયાત નિવેદન એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું છે. ખ્વાઝાએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ-દલિતોને કોઇ કિંમત નથી.
ઇસ્લામાબાદઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને મળેલી સજા પર હવે પાકિસ્તાને પણ પોતાના વાહિયાત નિવેદન આપવાના ચાલુ કરી દીધા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે સલમાનની સજાને લઇને માઇનૉરીટીને આગળ ધરી દીધી છે, તેમને કહ્યું કે, સલમાન ખાનને મુસ્લિમ હોવાના કારણે સજા મળી છે.