આતંકવાદને પ્રોત્સાહિત કરતાં 10 લાખ ટ્વીટર એકાઉન્ટ બંધ કરાયા
વૉશિંગટનઋ સોશ્યલ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટરે આતંકવાદને પ્રૉત્સાહિત કરવાના આરોપમાં 10 લાખથી વધુ એકાઉન્ટને બંધ કરી દીધા છે. ટ્વીટરે આ એકાઉન્ટ 2015 થી અત્યાર સુધી સસ્પેન્ડ કર્યા છે. કંપનીનો દાવો છે કે, આ તેમના પોતાના મંચને હિંસા આપવા માટે કોઇ જગ્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્વીટરે જણાવ્યું કે, 6 મહિનામાં ટ્વીટરે જે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે, તેમાંથી મોટાભાગના જાતે પ્લેટફોર્મના ઇન્ટરનલ ટૂલ્સ દ્વારા ઓળખાયા હતા. મોટાભાગના ચિન્હિત એકાઉન્ટને તેના પહેલા ટ્વીટથી જ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
હાલ જ ટ્રાન્સપેરેંસી રિપોર્ટના આધારે ટ્વિટર દ્ગારા ગત વર્ષે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન આતંકવાદને ફેલાવનાર 3 લાખ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પગલાંથી સોશિયલ નેટવર્કિંગ સાઈટે ક્હ્યું કતે મહેનત રંગ લાવી.
માઈક્રો બ્લોગિંગ સાઈટે ગુરુવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે હિંસાને ફેલાવનારાઓ માટે ટ્વીટર નથી બનાવ્યું અને એવા લોકોને હટાડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.
ટ્વીટરે જુલાઇથી ડિસેમ્બર 2017 ની વચ્ચે તેને આવા 2,74,460 એકાઉન્ટ બંધ કર્યા છે. આ ગયા વર્ષની આ મર્યાદાની સરખામણીમાં 8.4% ઓછી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -