નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી, જીતના હીરો અજિંક્યે રહાણ અને જસપ્રીત બુમરાહ રહ્યાં. મેચ બાદ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેલા રોહિત શર્માએ બન્નેનું એક મજેદાર ઇન્ટરવ્યૂ લીધુ, જેને બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યુ છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 318 રને હરાવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

મેચ બાદ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ હાથમાં માઇક લઇને જીતના હીરો રહાણે અને બુમરાહને ઉભા રાખ્યા ને પછી મેચમાં પોતાના પ્રદર્શનને લઇને મજેદાર સવાલો કર્યા હતા. બુમરાહે ઘાતક બૉલિંગ કરી તો રહાણએ શાનદાર સદી ફટકારી હતી.


રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન રહાણેને પહેલો પ્રશ્ન તેના માઇન્ડ સેટને લઇને પુછ્યો હતો, રોહિતે પુછ્યુ કે તમે જ્યારે મેદાનની બહાર હોય તે અંદર રમતને લઇને શું માઇન્ડસેટ રાખો છે. લોકોની વાતોને કેટલા પ્રમાણમાં સાથે રાખો છે. આ પ્રશ્નનો જવાબ રહાણેએ મજેદાર અંદાજમાં આપ્યો હતો.