રિસેપ્શનમાં આ એક્સ-બોયફ્રેન્ડ ન આવવા પર દીપિકા પાદુકોણે કર્યો મોટો ખુલાસો....
રણવિર-દીપિકાનાં રિસેપ્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ સામેલ થયા ન હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર, બંને રિસેપ્શનનાં દિવસે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યાં હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાનાં એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સંબંધો આમ તો ઘણાં જ સારા છે તેઓ સારા મિત્રો પણ છે. છતાં પણ રણબીર કપૂર તેનાં રિસેપ્શનમાં આવ્યો નહતો જે અંગે લોકોનાં મનમાં સવાલ થાય તે સ્વાભાવિક છે.
દીપિકાએ કહ્યું હતું કે, અમે હજુસુધી વાત નથી કરી. મારો અર્થ એ છે કે અમારી રિસેપ્શન પહેલા વાત થઈ હતી પરંતુ ત્યારબાદ અમારી વાત થઈ નથી. જોકે તે રણબીર છે. હું તેના ના આવવા પર સરપ્રાઈઝ નથી.
જોકે હવે દીપિકાએ જ આ મુદ્દે ખુલાસો કર્યો છે. દીપિકાએ Famously Filmfareને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રણબીરના રિસેપ્શનમાં ન આવવાનાં પ્રશ્નનો જવાબ આપ્યો હતો.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14-15 નવેમ્બરે ઈટાલીમાં રોયલ વેડિંગ કર્યા હતા. ત્યાર બાદ ભારત આવીને બેંગલુરુમાં એક અને મુંબઈમાં 3 રિસેપ્શન આપ્યા હતા. 1 ડિસેમ્બરે થયેલ રિસેપ્શનમાં બોલિવૂડના તમામ દિગ્ગજ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. ત્યાં સુધી કે કેટરીના કૈફ પણ દીપિકાના આમંત્રણ પર રિસેપ્શનમાં જોવા મળી હતી. જોકે રિસેપ્શનમાં બે વ્યક્તિઓની ગેરહાજરી પર સૌનું ધ્યાન ગયુ હતું. અને તે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -