ક્રિકેટમાં મેચ પહેલા અનોખી રીતે થયો ટૉસ, પ્રશંસકો પણ દંગ રહી ગયા
બ્રિસ્બેન: ક્રિકેટમાં નવા નવા પ્રયોગ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ક્રિકેટને વધુ રોચક બનાવવા માટે કેટલાક પંરપરાગત નિયમોને હવે અલવિદા કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ટી-20 લીગમાં બુધવારે મેચ પહેલા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. જેને જોઈને ક્રિકેટ ચાહકો પણ દંગ રહી ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચ પહેલા જ્યારે બન્ને ટીમના કેપ્ટન ક્રિસ લિન(બ્રિસ્બેન હીટ) અને કોલિન ઇનગ્રામ(એડલેડ સ્ટ્રાઇકર) મેદાન પર ટોસ માટે આવ્યા ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ મેચમાં ટૉસ સિક્કો ઉછાળીને નહીં પરંતુ બેટ ઉછાળીને શરૂ કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયામાં 19 ડિસેમ્બરે પ્રતિષ્ઠિત ઓસ્ટ્રેલિયાઇ બિગ બેશ લીગ(BBL)નો પ્રારંભ થયો છે. આ ટી-20 લીગની આઠમી સીઝનની શરૂઆત બ્રિસ્બેન હીટ અને એડિલેડ સ્ટ્રાઇકર ટીમ વચ્ચે મુકાબલો થયો.
બન્ને ટીમોના કેપ્ટન સામે પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર મેથ્યૂ હેડને બેટ ઉછાળીને ટોસ કર્યો અને એડિલેડ સ્ટ્રાઇકરના કેપ્ટન કોલિન ઇનગ્રામે બેટિંગ વાળો ઐતિહાસિક ટોસ જીત્યો હતો અને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -