નવી દિલ્હીઃ છેલ્લા બે-ત્રણ વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર દેખાવ રહ્યો છે. હાલ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ પ્રથમ નંબરે છે. ભારતીય ટીમ ટેસ્ટમાં કેમ સતત સુંદર દેખાવ કરી રહી છે તેને લઈ કોચ રવિ શાસ્ત્રીએ મોટો ખુલાસો કર્યો છે.

શાસ્ત્રીએ કહ્યું, દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ટીમની બેઠકમાં હું બિલકુલ સ્પષ્ટ હતો. જે બાદ તમે જોયું કે બીજી ઈનિંગમાં શું થયું. આ લોકો (ફાસ્ટ બોલર્સ) આ રીતે તેમનું કામ ચાલુ રાખશે તો આક્રમણ શાનદાર બનશે તે વાતમાં મને કોઈ શંકા નહોતી. સચ્ચાઈ એ છે કે એક યુનિટ તરીકે તેઓ બોલિંગ કરવાનું શીખી ગયા છે અને તેનાથી ઘણો ફર્ક પડ્યો છે.

શાસ્ત્રીએ જણાવ્યું, જે રીતે તમે બેટિંગમાં યુનિટ તરીકે કામ કરો છો તે વાત બોલિંગમાં પણ લાગુ થાય છે. બોલર્સની જ્યારે પ્રશંસા થાય છે તો કોહલીની કેપ્ટન તરીકે સાતત્યતાને લઈ સવાલ કરવામાં આવે છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઇ પરફેક્ટ કેપ્ટન જોયો નથી. દરેક કેપ્ટન પાસે એક મજબૂતી અને એક નબળાઈ હોય છે. જેથી તમને અંતમાં પરિણામ જોવા મળે છે.

શાસ્ત્રીએ કહ્યું, વિરાટ દરરોજ સુધારો કરી રહ્યા છે. તે મેદાન પર જે ઊર્જા લઈને આવે છે તે અકલ્પનીય છે. મેં અન્ય કોઈ કેપ્ટનને આ રીતે મેદાન પર ઊર્જા લઈને આવતો નથી જોયો. રણનીતિના હિસાબે કેટલીક એવી જગ્યા છે, જ્યાં સમયની સાથે, અનુભવની સાથે શ્રેષ્ઠ પ્રદર્શન થઈ શકે છે. 2014માં જ્યારે મેં પ્રથમ વખત પદ સંભાળ્યું હતું ત્યારથી જોઈ રહ્યો છું કે એકચીજ બદલાઈ નથી. આ દેશનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છે. તેઓ ઈચ્છે છે કે દરેક ટીમ સારું કરે.


હાલ ભાજપનો સમય ચાલે છે સમય પૂરો થશે એટલે સત્તા જશેઃ શંકરસિંહ વાઘેલા

દિલ્હીમાં ઠંડીથી ઠુંઠવાયા લોકો, 2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો પારો

વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ

બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા