દીપિકા પાદૂકોણે શેર કરી તેની લખેલી કવિતા, જાણો શું લખ્યું છે
આ પોસ્ટ પર યૂઝર્સે અનેક કમેન્ટ કરી છે. એક યૂઝર્સે લખ્યું કે, વાવ મેમ, આ ઘણી પ્રેરણાત્મક કવિતા છે. જ્યારે અન્ય યૂઝર્સે લખ્યું છે કે ખૂબ ક્યૂટ કવિતા છે દિપુ.
દીપિકા નિયમિત તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
દીપિકાએ તેની કવિતાની શરૂઆતની ચાર લાઇનમાં લખ્યું છે, ‘આઈ એમ એ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કેર, આઈ વન્ડર હાઓ ફાર ધ સ્ટાર્સ રીચ, આઈ હિયર ધ રશ ઓફ ધ વેવ્સ, આઈ સી ધ ડીપ બ્લૂ સી...’
દીપિકાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા છે.
મુંબઈઃ ફિલ્મ પદ્માવતની સફળતાથી ખુશ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણે હવે કવિતા પર હાથ અજમાવ્યો છે. દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખેલી કવિતા ‘આઇ એમ’ જોવા મળી રહી છે.
આ પોસ્ટને શેર કરતાં દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, 7માં ગ્રેડમાં કવિતા લખવાની કરેલી કોશિશ. દીપિકા દ્વારા લખેલી આ કવિતાને રણવીર સિંહે પણ લાઇક કરી છે.