અભિનેત્રીએ આગળ કહ્યું, જ્યારે હું ફેમિલી પ્લાનિંગ કરીશ ત્યારે તમને પૂછી લઈશ. જો તમે પરવાનગી આપશો તો હું ફેમિલી પ્લાન કરીશ. જો હું પ્રેગ્નન્ટ થઈશ તો તમને નવ મહિનામાં ખબર પડી જશે.
દીપિકા તથા રણવીરે વર્ષ 2018માં 14 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદથી અવાર-નવાર દીપિકાની પ્રેગ્નન્સીને લઈને મીડિયામાં ચર્ચાઓ થતી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, મને આ અફવાઓથી સહેજ પણ નવાઈ લાગતી નથી. અમને બંનેને બાળકો પસંદ છે પરંતુ હાલમાં અમે બેબી પ્લાનિંગ કરવાના મૂડમાં નથી.
દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે.