મુંબઈ: છેલ્લા ધણા સમયમાં સોશિયલ મીડિયામાં રિપોર્ટ્સ ચાલી રહ્યા છે કે બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે. જેને લઈને દીપિકા હાલ ચર્ચામાં છે. ત્યારે હવે દીપિકાએ જાતે જ ખુલાસો કરતા કહ્યું, જ્યારે આ થવાનું હશે ત્યારે થશે. મને લાગે છે કે જે દિવસે આપણે આ પ્રકારના પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેશું, ત્યારે આપણે સમાજમાં બદલાવ લાવશું.


ઉલ્લેખનીય છે કે દીપિકા હાલ પોતાની આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ દિલ્હીમાં કરી રહી છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ એસિડ અટેક પીડિતા અને સર્વાઈવર લક્ષ્‍મી અગ્રવાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે.

લગ્નની અટકળો વચ્ચે મુંબઈની જાણીતી હોસ્પિટલમાં મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જાણો વિગત