મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો હાલમાં ચર્ચામાં છે. શોની જાણીતી કેરેક્ટર દયાબેનને લઈને ચર્ચા છે કે હવે મેકર્સ તેને રિપ્લેસ કરવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસા શોના મેકર્સ અસિતે આ વાતની પુષ્ટિ પણ કહી હતી કે તે દયાબેન માટે નવા ચેહરાની શોધખોળ કરી રહ્યા છે. ફેન્સ પણ દયાબેનની રાહ જોઈને બેસી રહ્યા છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં શોની અન્ય લીડ અભિનેત્રીઓએ દિશા વાકાણીને લઈને વાત કરી હતી.



શોમાં શ્રીમતી ભિડે અને શ્રીમતી હાથીની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસને દિશા વાકાણીને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમમાં તેમણે કહ્યું હતું, અમે તેને (દિશા વાકાણી)ને મિસ કરી રહ્યા છીએ. હાલમાં તે મધરહુડ એન્જોય કરી રહી છે. આશા છે કે ટૂંકમાં જ તે વાપસી કરશે. જ્યારે શ્રીમતી ભિડે (સોનાલિકા જોશી)એ કહ્યું, તેનામાં ઘણાં નખરા હતા, કહેવું મુશ્કેલ છે. સ્થિતિ અનુસાર તે હરકતો કરતી હતી. કોઈને ખબર પડતી ન હતી કે તેને ગુસ્સો આવ્યો છે. તે હસતા હસતા ખીજાતી હતી.



જ્યારે શોમાં શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ કહ્યું કે, દિશા ગમે તેટલી થાકી ગઈ હોય, પરંતુ ફેનના આવવા પર સૌથી પહેલા તે મળવા માટે જતી હતી. હું ક્યારેક વિચારતી હોવ છું કે તેના જેવી 5 ટકા પણ હું બની જાઉ તો કેટલું સારૂં. તે ખૂબ જ એડજસ્ટ પણ કરતી હતી.

હાલના મીડિયા અહેવાલ અનુસાર, દિશા વાકાણીના પતિ મયૂર પાંડ્યા અને શોના નિર્માતા અસિતની વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું. કહેવાય છે કે, દિશાના પતિએ મેકર્સ સામે શરત રાખી છે કે દિશા મહિનામાં માત્ર 15 દિવસ અને એક દિવસમાં માત્ર 4 કલાક જ કામ કરશે. જોકે દિશાના પતિની આ શરત મેકર્સને મંજૂર નથી. અહેવાલ અનુસાર મયૂર અને અસિતની વચ્ચે તકરારને કારણે જ દિશાની શોમાં વાપસી નથી થઈ રહી.