લંડનના મેડન તુસાદ મ્યૂઝિયમમાં બોલિવૂડની આ હોટ એક્ટ્રેસનું સ્ટેચ્યૂ મૂકાશે
દીપિકાના વર્કફ્રંટની વાત કરીએ તો તે વિશાલ ભારદ્વાજની નેક્સ્ટ ફિલ્મમાં જોવા મળશે. હાલ ઈરફાનની ખરાબ તબિયતના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. હાલમાં જ દીપિકાએ એક સુપરહિરો ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ભારતની પ્રથમ ફિમેલ સુપરહિરો ફિલ્મ હશે.
દીપિકા પહેલા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, સલમાન ખાન, ઋત્વિક રોશન, માધુરી દીક્ષિતનું સ્ટેચ્યૂ લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મૂકાયેલું છે.
લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પોતાનું વેક્સ સ્ટેચ્યૂ મૂકાવાની વાતથી દીપિકા ઘણી ખુશ છે. થોડા દિવસ પહેલા દીપિકા વેક્સ સ્ટેચ્યૂનું માપ આપવા માટે લંડન ગઈ હતી. આ સ્ટેચ્યૂ આવતા વર્ષે તૈયાર થઈ જશે. લંડન બાદ દિલ્હીના મેડમ તુસાદમાં પણ દીપિકાનું આવું સ્ટેચ્યૂ લગાવવામાં આવશે.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણના ફેન્સ માટે ખુશખબર છે. ટૂંકમાં જ પદ્માવત એક્ટ્રેસનું લેડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં વેક્સનું સ્ટેચ્યૂ મૂકાશે. તેની જાણકારી દીપિકા પાદુકોણે ખુદ ફેસબુક લાઈવ દ્વારા આપી છે.