IND vs ENG: ટેસ્ટ શ્રેણી પહેલા ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરે કોહલીને ગણાવ્યો જૂઠ્ઠો, જાણો શું કહ્યું
ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતમાં કોહલીએ તેના ફોર્મને લઈ કરવામાં આવેલા સવાલને ટાળતાં કહ્યું કતું કે, તે અહીંયા રમવાનો આનંદ ઉઠાવવા માંગે છે અને જ્યાં સુધી ટીમ સારું કરી રહી હોય ત્યાં સુધી કે વ્યક્તિગત ફોર્મને લઈ ચિંતિત નથી.
કોહલીએ 2014માં અહીંયા રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે 5 ટેસ્ટમાં માત્ર 134 રન જ બનાવી શક્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટમાં તેના સૌથી ખરાબ પ્રદર્શન પૈકીનું એક છે. 2014 પ્રવાસમાં એન્ડરસને 6 ઈનિંગ પૈકી 4માં કોહલીને આઉટ કર્યો હતો.
એન્ડરસને કોહલીના નિવેદન પર હુમલો કર્યો હતો. અગાઉ કોહલીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત જીતી રહ્યું હોય ત્યારે તે રન ન બનાવે તો પણ ચાલશે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્ડરસને કહ્યું કે, શું તે રન બનાવે કે ન બનાવે તેનું મહત્વ નથી ? મને લાગે છે કે તે ખોટું બોલી રહ્યો છે. એન્ડરસને એમ પણ કહ્યું કે, આજે ક્રિકેટર મેચ ફૂટેજ જોઈને નહીં પરંતુ ભૂતકાળન અનુભવમાંથી શીખે છે. તેથી હું આશા કરું છું કે કોહલી પણ 2014ની સીરિઝમાંથી કંઈક શીખ્યો હશે.
લંડનઃ ભારત સામે ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડે માઇન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. તેણે પ્રથમ નિશાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો છે. સીરિઝ પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કોહલીને જૂઠ્ઠો ગણાવ્યો છે.