મુંબઈ: ‘ધૂમ’ ફિલ્મ પોતાના એક્શન અને ચેન્જ સીક્વેન્સ માટે દર્શકો વચ્ચે આજે પણ હિટ છે. આ ફિલ્મના પ્રથમ પાર્ટમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા અને જોન અબ્રાહમ નજર આવ્યા હતા અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. તેના બાદ ફિલ્મના અનેક ભાગ બનવા લાગ્યા અને ફિલ્મને દર્શકોનો સારો પ્રતિભાવ મળવા લાગ્યો. આ જ કારણે હવે ધૂમની ચોથી સીક્વેન્સ માટે નિર્માતાઓ મહેનત કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધૂમ-4માં ખલનાયકની ભૂમિકા માટે દીપિકા પાદુકોણને લઈ વાત ચાલી રહી છે.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધૂમ-4ના નિર્માતાઓએ દીપિકા પાદુકોણનો સંપર્ક કર્યો છે. જો કે, દીપિકાએ ફિલ્મમાં વિલેનની ભૂમિકા ભજવવા માટે અત્યાર સુધી હા પાડી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આ પડકારને લઈ તે ખૂબજ ઉત્સાહિત છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ધૂમના પહેલા ભાગમાં જોન અબ્રાહમે વિલેનની ભૂમિકા ભજવી હતી. જ્યારે બીજા ભાગમા રિતિક રોશને અને ત્રીજામાં આમિર ખાન ડબલ રોલમાં વિલેનની ભૂમિકા ભજવીને એક નવું લેવલ આવી દીધું છે. એવામાં જો ચોથા ભાગમાં દીપિકાની એન્ટ્રી થશે તો. તે આ સીરિઝમાં પ્રથમ ફિમેલ વિલેન બની જશે.