સુરેન્દ્રનગરઃ આગામી 28મી ફેબ્રુઆરીએ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની થાન તાલુકા પંચાયતમાં ચૂંટણી પહેલા જ ભગવો લહેરાયો છે. થાન તાલુકા પંચાયતના 16 સભ્યોની બિન હરીફ વરણી થઈ છે. ચુંટણી પહેલાં જ થાન તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.


નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાય નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિનેશ ચોવટીયાએ રાજીનામું ધરી દીધુ છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તમામ હોદા પરથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.
સિનિયરોની પાર્ટીમાં અવગણનાના કારણે તમામ હોદા પરથી રાજીનામુ આપ્યું છે.

દિનેશ ચોવટીયા ગત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ વિધાનસભા 70 ચૂંટણી લડી ચુક્યા છે. દિનેશ ચોવટીયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના નેતા દિનેશ ચોવટિયાએ મીડિયા સમક્ષ સગાવાદ અને પૈસાદાર નેતાઓને મહત્વ મળતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.