કેટરિનાને પોતાના લગ્નમાં આમંત્રણ નહીં આપે આ હોટ એક્ટ્રેસ, જાણો શું છે બન્ને વચ્ચે દુશ્મીનું કારણ....
આટલું જ નહીં કરણ જોહરના ચેટ શોમાં જ્યારે દીપિકા વિશે કેટને સવાલ કરવામાં આવ્યો તો તેની ચુપ્પીએ ઘણું બધું જણાવી દીધું હતું. તો દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કેટ વિશે કહ્યું હતું કે તે તેની પર્સનાલિટી અને કામ કરવાની રીતને પસંદ કરે છે. દીપિકાએ કહ્યું હતું કે, ક્યારેક તમે લોકો માટે જેવી ભાવના રાખો છો, જરૂરી નથી કે લોકો પણ તમને તેવી જ રીતે ટ્રીટ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાના આ જવાબ બાદ આ સ્પષ્ટ થાય છે કે આ કેટ ફાઈટ હજુ પણ ચાલું જ છે. રણવીર કપૂરની એક્સ રહેલી દીપિકા અને કેટરિના વચ્ચે ફાઈટ એટલી હદ સુધી વધી ગઈ હતી કે દીપિકાએ રણવીરને કેટરિના સાથે લગ્ન કરવાની સલાહ આપી દીધી હતી.
જાણકારી મુજબ થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે બહેન અનીશા સાથે નેહા ધૂપિયાના ચેટ શો BFFમાં હાજરી આપી હતી. આ અવસર પર જ્યારે નેહા ધૂપિયાએ દીપિકાને પૂછ્યું કે વિડંગ ગેસ્ટની લિસ્ટમાં શું કેટરિના કૈફનું નામ શામેલ હશે? તો દીપિકાએ તરત જ જવાબ આપ્યો ના…
પહેલા રણવીર કપૂરના કારણે કેટરિના અને દીપિકા પાદુકોણ વચ્ચે ખટપટ ખતમ થયાની ખબર આવી હતી. પરંતુ હવે ખબર આવી રહી છે કે દીપિકાએ એક ચેટ શો દરમિયાન પોતાના લગ્ન પર પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, તે પોતાના લગ્નમાં કેટરિના કૈફને ઈનાવટ નહીં કરે.
ફિલ્મ પદ્માવતને લઈને ચર્ચામાં આવેલ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હવે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે પોતાના લગ્નમાં એક્ટ્રેસ કેટરિના કૈફને આમંત્રણ નહીં આપે. દીપિકાએ આ વાત એક ટીવી શો દરમિયાન કહી છે. જ્યારે તેને શોના હોસ્ટે પૂછ્યું કે શું તેના લગ્નનાં મહેમાનોની યાદીમાં કેટરિના કેફનું નામ સામેલ હશે તો તેના પર દીપિકાએ નામાં જવાબ આપ્યો. દીપિકા આ શોમાં તેની બહેન અનીશા સાથે આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -