IPL: આ છે ભારતના ટોચના બિઝનેસમેનનો પુત્ર, જાણો કેટલા રૂપિયામાં ખરીદાયો
બીજી તરફ ઓટો ડ્રાઇવરનો દીકરો મોહમ્મદ સિરાઝ આશરે અઢી કરોડમાં વેચાયો. એક કરોડની બેસ પ્રાઇઝ ધરાવતા સિરાઝને ખરીદવા માટે મુંબઈ, કોલકાતા, આરસીબી, સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબમાં પડાપડી થઈ હતી. પરંતુ આખરે આરસીબીએ 2.60 કરોડ રૂપિયા ખર્ચ કરીને સિરાઝને ખરીદી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્યમાન પહેલા મુંબઈ માટે રમતો હતો પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં રણજી ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. જે બાદ તે મધ્ય પ્રદેશની ટીમ તરફથી રમવા લાગ્યો.
આર્યમાને ગત વર્ષે મધ્યપ્રદેશ તરફથી રમતા ઓડિશા સામેની અંડર-23 સીકે નાયડુ ટ્રોફીમાં 153 રન કર્યા ત્યારે સમાચારમાં આવ્યો હતો.
ભારતના ટોચના ઉદ્યોગપતિ પૈકીના એક કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાન બિરલાની પ્રથમ વખત બોલી લગાવવામાં આવી ત્યારે કોઇ ફ્રેન્ચાઇઝીને ન ખરીદ્યો પરંતુ બીજી વખતની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો.
આઈપીએલ ઓકશન દરમિયાન એક વાત ધ્યાન ખેંચનારી હતી કે ભારતના ટોચના ઉદ્યોગપતિનો દીકરો પણ હરાજીમાં સામેલ થયો હતો. જોકે તેને મામૂલી રકમમાં ખરીદવામાં આવ્યો હતો, જ્યારે ઓટો રિક્ષા ડ્રાઇવરના પુત્રને કરોડો રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો.
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 11મી સીઝનમાં હરાજીનો બીજો દિવસ પણ રોમાચંક રહ્યો. બે દિવસ દરમિયાન કેટલાક નવા ખેલાડીઓની કિસ્મત ચમકી ઉઠી અને તેમના પર ફ્રેન્ચાઇઝીએ જોરદાર બોલી લગાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -