મુંબઈ: એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો સ્પોર્ટ્સ સાથે જૂનો સંબંધ છે. દીપિકા દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની પુત્રી છે. દીપિકાને બેડમિન્ટન સિવાય ક્રિકેટ પણ પસંદ છે. ત્યારે દીપિકાએ પોતાના મનપંસદ ક્રિકેટર અંગે ખુલાસો કર્યો છે. દીપિકાએ ખુલાસો કરતા કહ્યું કે તે ભારતના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડની મોટી ફેન છે. તેમણે કહ્યું, “ મારો ઓલટાઈમ ફેવરિટ ક્રિકેટર રાહુલ દ્રવિડ છે. મારા ઘણા બધા આઈડલ, તેથી મારા આઈડલ બન્યા નથી, કારણ કે હું તેમને માત્ર એટલા માટે જ નથી પસંદ કરતી કે તેમણે પોતાના પ્રોફેશનમાં કેટલું અસાધારણ યોગદાન આપ્યું છે પરંતુ પોતાના પ્રોફેશન બહાર પણ પોતાને કઈ રીતે સંભાળે છે અને તૈયાર કરે છે. આજ કારણે હું તેનાથી પ્રભાવિત છું. હું હંમેશાથી તેમને ખૂબજ પસંદ કરતી આવી છું અને તે બેંગ્લોરના પણ છે.
ઉલ્લેખનીય છે કે એક સમયે દીપિકા યુવરાજસિંહને ડેટ કરતી હોવાની અફવા પણ ઉડી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા ખુદ પણ ક્રિકેટ સંબંધિત ફિલ્મ 83માં નજરે પડશે. આ ફિલ્માં તે પતિ રણવીર સાથે કપિલદેવની પત્નીની ભૂમિકામાં નજર આવશે. યુવરાજ સિંહની આ ઈનિંગ આજે પણ નથી ભૂલ્યા ક્રિકેટ પ્રેમીઓ, BCCIએ આ રીતે કર્યું બર્થ ડે વિશ વિરાટ કોહલીના ફિટનેસનું સાચું કારણ અનુષ્કા નહીં પણ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે