સોનમના લગ્નમાં આ ટોચની અભિનેત્રી નહી રહે હાજર, શું આપ્યું કારણ?
સોનમ આવતા મહિને પરણવાની છે. એ સમયે એટલે કે ૨૪મી મેએ દીપિકાએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટાઇમ હન્ડ્રેડ ગાલામાં હાજરી આપવાની હોવાથી તે સોનમના મેરેજમાં નહીં આવી શકે. આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે અને દીપિકાની હાજરી માટેની ગોઠવણ ત્યાં મહિનાઓ પહેલા જ થઇ ગઇ હતી, એટલે ત્યાં જવું દીપિકા માટે જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ કપૂરના લગ્નમાં ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હાજરી નહીં આપી શકે એવી જાણકારી મળી રહી છે. આમ તો દીપિકા પણ આ વર્ષે લગ્ન કરી લેવાની છે. બંને અભિનેત્રીઓએ તાજેતરમાં મીડિયા સાથે આ અંગે વાત પણ કરી ચૂકી છે.
રિપોર્ટ એવા પણ છે કે, સોનમ કપૂરના લગ્ન મુંબઈમાં જ થશે અને રિસેપ્શન દિલ્હીમાં રાખવામાં આવશે. સુત્રો અનુસાર, સોનમ કપૂરના લગ્ન આનંદ આહૂજા સાથે થવાના છે. આ પહેલા બન્ને ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા પરંતુ સોનમ કપૂરની દાદીનાં કારણે વેન્યુમાં બદલાવ કરવામાં આવ્યો છે.
આવી જ એક ઇવેન્ટ ફ્રાન્સમાં યોજાવાની છે, તે પણ પૉસ્ટપૉન્ડ રાખી શકાય તેમ નથી. દીપિકાને અમેરિકા અને ફ્રાન્સનો પ્રવાસ કરવાનો છે, જેના કારણે સોનમ કપૂરના લગ્નમાં દીપિકા જોવા નહીં મળી શકે.
મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડ સ્ટાર સોનમ કપૂરના લગ્નને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, સોનમ કપૂર આગામી 6-7 મેએ આનંદ આહુજા સાથે લગ્નગ્રંથીથી જોડાઇ જશે. સોનમ કપૂરના લગ્નમાં કેટલાય બૉલીવુડ સ્ટાર હાજરી આપવાના છે, પણ કેટલાક સ્ટાર લગ્ન સમારોહમાં જોવા નહીં મળે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -