IPL 2018: સનરાઈઝર્સ હૈદ્રાબાદને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર
મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રમવામાં આવેલ મેચ પહેલા સનરાઈઝર્સ હૈદ્રાબાદે પોતાના પાંચ મેચમાંથી 3 મેચમાં જીત નોંધાવી છે. 6 પોઈન્ટની સાથે ચોથા સ્થાન પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર સારવાર માટે સ્વદેશ પરત ફરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફીલ્ડિંગ દરમિયાન સ્ટાનલેકની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. તેની સારવા માટે સર્જરી કરવાની જરૂરીયાત છે જેથી તે ફરી સાજો થઈ જાય.
ચેન્નઈ અને હૈદ્રાબાદની વચ્ચે રવિવારે મેચ રમાયો હતો અને આ મેચમાં સ્ટાનલેકની આંગળીમાં ઇચા થઈ હતી.
નિવેદન અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયાના ઓર્થોપેડિટ નિષ્ણાંતોએ બિલીને ચેન્નઇ સુપર કિંગ્સની વિરૂદ્ધ મેચમાં લાગેલ ઇજા બાદ આરામ કરવની સલાહ આપી છે.
નિવેદન અનુસાર, સનરાઈઝર્સ હૈદ્રાબાદના ફાસ્ટ બોલર બિલી સ્ટાનલેક આઈપીએલની 11મી સીઝનના બાકી મેચ નહીં રમી શકે. તેણે સીઝનના 4 મેચમાં 8.12ની ઈકોનોમી સાથે 5 વિકેટ લીધી છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનમાં ખેલાડીઓના ઇજાગ્રસ્ત થવાનો સિલસિલો જારી છે. સીઝનના 23માં મેચ પહેલા સનરાઈઝર્સ હૈદ્રાબાદને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ મેચ પહેલા ટીમના ફાસ્ટ બોલર બિલી સ્ટાનલેક ઇચાને કારણે સીઝનના બાકના મેચ રમી નહીં શકે. ફ્રેન્ચાઈઝીએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -