લગ્ન માટે ખાશ હશે દીપિકાની હેર સ્ટાઈલ, આ કરશે તૈયાર
14-15 નવેમ્બરના રોજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે આ દંપતી ઇટાલીમાં જવા રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટ પર બંન્ને વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે બન્ને ઈટલી માટે રવાના થઈ ગયા છે. તેની સાથે જ તેમનો ઘણો સામાન પણ ગયો છે. બન્નેએ સફેદ રંગના કપડા પહેર્યા હતા જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. દીપિકા માટે લગ્નની તૈયારીમાં ખાસ વસ્તુ છે, જેના માટે ખાસ તૈયારીઓ પણ શરૂ થઈ છે.
દીપિકાની ખાસ હેરસ્ટાઇલિસ્ટ અમિત ઠાકુર અને ગબરૈલ જૉર્જિયો રવિવારની સવારે ઇટાલી જવા રવાના થઇ ગયા છે. આ ઉપરાંત, દીપિકાના મેનેજર કરિશ્મા પ્રકાશ પણ લગ્ન સ્થળ માટે રવાના થઇ ગયા છે.
લગ્નન તસવીરો લીક ન થાય તે માટે ઇવેન્ટ્સમાં સેલફોન્સની પરવાનગી આપવામાં આવી નથી. મહેમાનો પણ વધારે નહીં હોય. સમાચાર મુજબ, કેટલાક નજીકના જ મિત્રો અને સંબંધીઓ સિવાય, આ લગ્નમાં વધુ લોકોને આમંત્રિત કર્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -