નુસરત જહાંથી નારાજ ઉલેમાએ કહ્યું કે "તેણી ધર્મથી વિરુદ્ધ હોય તેવું કામ કરી રહી છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઇની પણ પૂજા-પ્રાર્થના કરવી હરામ છે. જો નસુરતને આવા જ ધર્મ વિરોધી કામ કરવા હોય તો તે પોતાનું નામ બદલી દે. આવા કામ કરીને તો તે ખાલી ઇસ્લામ અને મુસલમાનોને બદનામ જ કરી રહી છે." ઇત્તેહાદ ઉલેમા એ હિંદના ઉપાધ્યક્ષ મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે, "નુસરત જહાં આ રીતે કંઇ પહેલીવાર પૂજા નથી કરી રહી. આ પહેલા પણ તે પૂજા કરી ચૂકી છે."
મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નૂસરત ઇસ્લામમાં નથી માનતી. ઇસ્લામનો અમલ પણ નથી કરતી. તેના તમામ કામ ધર્મ વિરોધી છે. તેના લગ્ન પણ ધર્મ વિરોધી હતા. હું તો તેને એ જ સલાહ આપીશ કે તું તારું નામ બદલી દે. શું કામ ઇસ્લામને બદનામ કરે છે? આ રીતે તો તે નામ રાખી મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કેમ કરી રહી છે?
રવિવારના રોજ દુર્ગાષ્ટમીના અવસર પર નુસરત જહાં માથા પર બિંદી, માથામાં સિંદૂર લગાવીને પોતાના પતિ નિખિલ જૈનની સાથે કોલકત્તાના પંડાલમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન ઢોલના તાલે જોરદાર નાચી હતી.