નવી દિલ્હીઃ યૂટ્યૂબર ઢિંચાક પૂજાનું ગીત સેલ્ફી મેંને લે લી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. ત્યાર બાદ દે ઇન્ટરનેટ સેંસેશન બની ગઈ હતી. ત્યાર બાદ ટીવીના સૌથી પોપ્યુલર શો બિગ બોસમાં પણ તેને બોલાવવામાં આવ્યો હતો. ઢિંચક પૂજાએ બિગ બોસમાં પણ ગીત બનાવ્યું હતું જેને ટ્વિટર પર ખૂબ શેર કરવામાં આવ્યું હતું. બિગ બોસમાં ગટયા બાદ તે ખૂબ ચર્ચામાં આવી હતી.

જોકે હવે ઢિંચાક પૂજા નવા સોંગ સાથે પરત ફરી છે. સુર એજ પહેલા જેવા જ અને હિપ હોપના સ્વેગ સાથે પૂજાએ તેમનું નવું ગીત રિલીઝ કર્યુ છે. 'નાચ બડી કુડી દિલ્લી દી' નામથી યૂટ્યૂબ પર છવાઇ ગયુ છે. આમાં તમને પંજાબની માટીની પણ ખુશ્બુ આવશે. કારણકે તેમા તમને પંજાબી ડાન્સર પણ જોવા મળશે.  જુઓ વીડિયો.... 

આમાં પૂજા તમને 'દિલ્હીની છોકરી' ની જેમ મૉલમાં ખરીદી કરતી જોવા મળશે. આ જ સમયે, પૂજા આ ગીતમાં બાઇક પર સવારી કરતી જોવા મળશે. આ પહેલા તેના લાલ સ્કૂટરને લઇને લોકપ્રિય બની હતી. પૂજાએ આ વખતે આ ગીતમાં તેમનુ ટેલેન્ટ બતાવ્યું છે. ગીતના ક્રેડિટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેણીએ આ ગીતના શબ્દો પોતે જ લખ્યા છે. વીડિયો સંપાદન અને ડાયરેક્શનનું કામ પણ પૂજાએ જ કર્યુ છે.