મુંબઈ:  બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પોતાના બૉડીગાર્ડ્સની ઘેરાયેલા રહે છે. પછી તે અમિતાભ બચ્ચન હોય કે, સલમાન ખાન, શાહરુખ ખાન કે પછી અક્ષય કુમાર, બોડીગાર્ડ આ તમામ એક્ટર-એક્ટર્સની લાઈફનો જરૂરી હિસ્સો બની ગયા છે. આ તમામ સ્ટાર્સ પણ પોતાના બોડીગાર્ડને ખુશ રાખવા માટે કોઈ કમી નથી રાખતા. આ બોડીગાર્ડ્સને મોટી સેલેરી સિવાય તેને તમામ સુવિધાઓ પણ આપવામાં આવે છે. બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાના બોડીગાર્ડને એટલી મોટી સેલેરી આપે છે કે, તમે પણ સાંભળીને દંગ રહી જશો.

સૌથી ફિટ એક્ટર ગણાતા અક્ષય પણ સાથે બોડીગાર્ડ રાખે છે. વાસ્તવમાં ભીડથી આ બોડીગાર્ડ જ તેની સુરક્ષા કરે છે. ફેમિલી સાથે ગમે ત્યા બહાર નીકળે ત્યારે તેના બોર્ડીગાર્ડ હંમેશા સાથે હોય છે. એવામાં અક્ષય બોડીગાર્ડનું પણ પૂરતું ધ્યાન રાખે છે.


અક્ષયનું બોડીગાર્ડનું નામ શ્રેયસ ઢેલે છે. જ્યારે પણ અક્ષય ઘરથી બહાર નીકળે છે ત્યારે શ્રેયસ પણ પોતાની ડ્યૂટી પર લાગી જાય છે. શ્રેયસ અક્ષય સિવાય તેના પૂત્ર આરવની સુરક્ષા માટે પણ તૈનાત રહે છે. 24 કલાક અક્ષયની સૂરક્ષા ટ્યૂટ કરનાર શ્રેયસ ઢેલેની સેલેરી પણ ઓછી નથી.



પ્રાપ્ત જાણકારી અનુસાર અક્ષય કુમાર પોતાના બોડીગાર્ડ શ્રેયસ થેલેને 1.2 કરોડની સેલેરી પેકેજ આપે છે. જો દર મહિનાના હિસાબથી જોઈએ તો મહિનાની સેલેરી 10 લાખ રૂપિયા શ્રેયસ મેળવે છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ બોલિવૂડનો સૌથી મોંઘો બોડીગાર્ડ માનવામાં આવે છે. જ્યારે અક્ષય ફેન્સ વચ્ચે હોય છે ત્યારે અક્ષયની દરેક એક્શન પર શ્રેયસની નજર હોય છે. અક્ષયને તેના ફેન્સની વચ્ચેની સુરક્ષિત બહાર કાઢવાની પૂરી જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવે છે.